લોંગ આઈલેન્ડ સિનિયર સિટીઝન ફોરમ ની મે માસ ની સભાતા. ૧૦ રોજ રવિવારે બ્લૂ પોઈન્ટ મા આવેલ બ્રૂકહેવન સેન્ટર મા મળી હતી. પ્રાર્થના અન હાસ્યચીકિત્સા બાદ મંડળ ના કેટલાક અસ્વસ્થ સભ્યો જલ્દી સજા થાયતેવી શુભેચ્છા પાઠવી હતી.
નેપાળ મા થયેલા પ્રચંડ ભૂકંપ થી થયેલી હોનારત ,તેમા માર્યાગયેલાઓ ના આત્મા ની શાન્તિ માટે પ્રાર્થના કરી,તેમના કુટુંબી જનો ની આર્થિક સહાય માટે ફંડભેગુ કરી યોગ્ય રીતે તેમને મોકલવા જરૂરી પગલા લેવા નક્કી કર્યુ હતુ.
મે માસમા જે જે સભ્યો ની જન્મ,તિથિ કે લગ્નતિથિઆવતી હતી તે સૌ નુ સંગીતમય વાતાવરણ મા અભિવાદન ઉત્સાહપૂર્વક કરવામા આવ્યુ હતુ. ડૉ. પ્રકશભાઈ પરીખે હેલ્થ કેર પ્રૉક્સી નુ મહત્વ સમજાવી સૌ સભ્યો ની તેના ફોર્મ વહેંચી તે ભરવા જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ અન મૃત્યુ બાદ કામ આવી શકે તેવા અવયવોનુ દાન કરવા અનુરોધ કર્યો હતો.
આ દિવસે માતૃ દિન ની ઉજવણી સૌ સભ્યોઍ ઉમંગ પૂર્વક કરી હતી. કુમીબેન પંડ્યા તથા વિજયભાઇ શાહે માતા ની બીરદાવતા
તેમની માતા ના પ્રેમ અન વાત્સલ્ય ની વાત કેરી સૌ ની આનંદિત કેરી દીધા હતા. ગોપીબેન તથા શિકાગો થી આવેલા પ્રતિભાબેનઍ પ્રાસંગિક વક્ત્વ્ય રજૂ કર્યુ હતુ.
સિનિયરો માન સ્વમાન પૂર્વક અમેરિકા મા કેવી રીતે જીવીશકે ઍ વિષય પર જાણીતા સાયકોલોજિસ્ટ શ્રી આર ડી પટેલે આપેલા પ્રવચન ના આધારે ગ્રૅંડચિલ્ડ્રન નો સંબંધ ટૂંકા સમયનો જ્યારેપતિ -પત્ની નો સંબધ જીવનપર્યંત નો હોઈ તેની માવજત કરી મૂલ્યવાન કરવા નો ઉલ્લેખ જયંતિભાઈ શાહે કર્યો હતો.
અંતમા હરેશભાઈેઍ સ્વાદિષ્ઠ ભોજન માટે શાંતાબેન, મણીબેન નો ખૂબખૂબ આભાર માણ્યો હતો.